________________
૩૦૧
સુરસુંદરી ચરિત્ર વળી આવા પ્રકારના મુહૂર્તમાં મળેલું કાઈ પણ મનુષ્યનું નેત્ર કાદવમાં ખુંચી ગયેલા હાથીની જેમ બહુ જ દુઃખ વડે પાર ઉતરી શકે છે અર્થાત્ છૂટાં પડતાં નથી.
એમ છતાં આ મારી ધાવમાતા પણ આ મારા પ્રિયતમને મૂકીને ચાલવા લાગી. તે સમયે લજજાને લીધે કંઈ પણ તેને કહી શકી તે નહીં, પરંતુ કંઇપણ એનું આભૂષણ મારે લઈ લેવું તે ઠીક છે, જેથી તે આભરણનું અવલોકન કરી મારું હૃદય શાંત થાય.
વળી આ મને વલ્લભને અહીં મૂકીને હું પિતાના ઘેર ગયા બાદ તે આભરણનું મારા હૃદયમાં ધ્યાન ધરીશ..
તેમજ કનકમાલાના લગ્ન સમયે આ મારો પ્રાણપ્રિય સ્ત્રીનું સ્વરૂપ ધારણ કરી જરૂર ત્યાં આવશે. એટલે ફરીથી પણ એ મહાપુરૂષનું મને દર્શન થશે.
એ પ્રમાણે તે શ્રી કેવલીભગવાને મને તે સમયે કહેલું છે. વળી એની પાસેથી ગ્રહણ કરેલું તે આભરણ તે સમયે ઓળખાવનાર થશે. મુદ્રા ગ્રહણ
હે સ્વામિન ! એ પ્રમાણે વિચાર કર્યા બાદ તેજ વખતે તમારા હાથત્રી મુદ્રારત્ન મેં લઈ લીધું અને મારી મુદ્રિકા મેં તમને આપી.