Book Title: Sursundari Charitra Part 01
Author(s): Ajitsagarsuri
Publisher: Mahudi Swetambar Murtipujak Trust

View full book text
Previous | Next

Page 431
________________ સુરસુ દરી ચરિત્ર પછી આપના હાથ સ્પથી પવિત્ર થયેલી તે મુદ્રિકાને બહુ જ આનંદ વડે મે મારી આંગળીએ પહેરી લીધી. ત્યારપછી પરિવાર સહિત હું પણ ત્યાંથી નગર તરફ ચાલી, પરંતુ મારી દૃષ્ટિ તા પાછળ જોતી હતી. રસ્તામાં ચાલતાં ધારિણી નામે મારી સખીએ કાનમાં આવી મને કહ્યુ કે,— હૈ પ્રિય સખી ! શ્રીકેવલી ભગવાનનું આ એક વચન તૈા પ્રથમ સિદ્ધ થયુ. પૂર્વભવમાં જે તારા પતિ હતા, તે જ આ દેવના જીવ છે. એ પ્રમાણે તેણીના કહેવાથી રાષ સહિત મે તેને ૩૦૨ કહ્યુ. હું ધારિણી ! જા ! જા ! તને જોઈ લીધી, મારા દૃષ્ટિ માથી દૂર ચાલી જા. કારણ કે મારી આગળ આવુ અવિચારિત ખેાલતાં તને શરમ નથી આવતી ? પ્રથમ મારે જે વલ્લભ હતા અને હાલમાં શું તે મને પ્રિય નથી ? તે સાંભળી કિંચિત્ હાસ્ય કરી હાથ જેડીને ધારિણી આલી. હું પ્રિય સખી ! તારી આગળ જે કંઇ મેં કહ્યુ તે સર્વ મારી ભૂલ થઈ. આ મારા અપરાધની હું તારી ૬ ક્ષમા માગું છું, જેમ પ્રથમ ભવમાં તારા સ્વામી હતા, તેમ હાલમાં પણ આ તારા પ્રિયતમ હાય તા એને છેડીને કેમ તું ચાલી જાય છે ?

Loading...

Page Navigation
1 ... 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442 443 444 445 446 447 448 449 450