________________
૨૯૭
સુરસુંદરી ચરિત્ર ઉતાવળ શી છે? અને આજે રઈ આટલી વહેલી કેમ બનાવી છે ?
તે સાંભળી મારી માતા બેલી, હે પુત્રી ! આજે ઉદ્યાનની અંદર શ્રીજિનેંદ્રભગવાનના મંદિરમાં શ્રી આદિનાથભગવાનને શાંતિસ્નાત્ર મહોત્સવ બહુ વિસ્તારથી થવાને છે. તે સાયંકાલે સમાપ્ત થવાને છે.
ત્યાં આગળ સર્વ નગરના લકે શાંતિસ્નાત્ર જેવા માટે જવાના છે અને આપણે પણ સર્વ પરિવાર સહિત ત્યાં જવાનાં છીએ, એટલા માટે આજે વહેલી રાઈ કરાવેલી છે. માટે જલદી તૈયાર થાઓ. જેથી આપણે શ્રીજિનેશ્વરભગવાનના મંદિર જઈએ.
એ પ્રમાણે પોતાની માતાનું વચન સાંભળી એકદમ હું ત્યાંથી ઉઠી અને સ્નાન ભેજનાદિક સર્વ કાર્યથી પરવારી ઉત્તમ રથમાં હું બેસી ગઈ.
મારા સર્વ પરિવાર પણ મારી સાથે તૈયાર થઈ ચાલવા લાગ્યા.
તે ઉદ્યાનના આભૂષણ સમાન એવા શ્રી આદિનાથ ભગવાનના મંદિરમાં અમે ગયાં અને ત્યાં સારી રીતે ભગવાનનું પૂજન કરીને રૌત્યવંદન કર્યું.
ત્યારબાદ બહુ ભક્તિપૂર્વક વિદ્યાધરો ત્યાં સ્નાત્ર ભણાવતા હતા, તે જોવા માટે અમે બેઠાં.
શાંતિસ્નાત્ર પ્રાયે પૂર્ણ થયું એટલે હું મારા પરિવાર