________________
સુરસુંદરી ચરિત્ર
૨૯:
ચ્યવીને તેજ હુ પ્રિય'ગુમજરી નામે અહી ઉત્પન્ન
થઈ છે.
શાકનુ કારણ
આજે આ દેવાના સમુદાયને જોઇ મને જાતિ સ્મરણ જ્ઞાન થયું, જેથી દેવલાકમાં જે મારા પ્રાણપ્રિય દેવ હતા, તે આજે સાંભળી આવ્યા છે.
હું પ્રિયસખી! ઘણા કાળના પરિચયને લીધે હાલમાં હું બહુજ ઉત્કંઠિત થઇ છું અને તે પ્રાણપ્રિયના સમા ગમની ઇચ્છા વડે હાલમાં મારૂં હૃદય અતિશય આતુર અનેલુ છે.
સ્નિગ્ધ દૃષ્ટિ વડે બહુ પ્રેમપૂર્વક પૂર્વના સ્નેહથી અધાયેલા તે મારા પ્રાણપ્રિયને જ્યારે હું જોઈશતેવા દિવસ કયારે આવશે ?
વળી હું સખી! તે પ્રાણપ્રિય મારી દૃષ્ટિગેાચર કેવી રીતે થશે?
અને જલદી તેમની સાથે મારા સમાગમ કેવી રીતે થશે ? એ પ્રકારની ચિ'તા વડે હુ... આ શાકને સ્વાધીન થઇ પડી છું.
આ ચિંતાને લીધે મારૂં ચિત્ત બહુ વ્યાકુલ થયુ છે. તેવામાં તમારૂ પણુ આગમન થયુ, તેથી હું સખી ! તારા કઈ સત્કાર મારાથી થઈ શકયા નહિ. વળી તેજ કારણને લીધે તને મે' મેલાવી પણ નહિ. હે પ્રિયસખી.