________________
સુરસુંદરી ચરિત્ર
૨૯૩ હે ભદ્ર! તે તારો પતિ ચંદ્રાન અહીંજ ભરતક્ષેત્રમાં રહેલા મને હર એવાવેતાપર્વતની ઉત્તરશ્રેણીમાં ચમચંચા નામે નગરી છે.
તેમાં ભાનુગતિ નામે વિદ્યાધર રહે છે, તેની પ્રાણ પ્રિયા ભાર્યાની કુક્ષિએ તે પુત્રપણે ઉત્પન્ન થયે છે.
વળી હે ભદ્ર! જન્મથી આરંભીને તારું સર્વ આયુષ આઠ પલ્યોપનું છે. તેમાંથી શેષ આયુષ હાલમાં એક લાખ વર્ષનું બાકી રહ્યું છે. તે લાખ વર્ષ પૂર્ણ થયા બાદ તું પણ અહીંથી ચ્યવીને તેજ ઉત્તરશ્રેણીમાં સુરનંદન નામે નગરમાં અશનિવેગ નામે વિદ્યાધરને ત્યાં પુત્રી પણે ઉત્પન થઈશ.
વળી હે ભ! રૂપસૌંદર્યમાં બહુ ઉત્કૃષ્ટ એવી પ્રિયંગુ મંજરી નામે તું પ્રસિદ્ધ થઈશ અને ત્યાં જ તારા પૂર્વ પતિનું તને દર્શન થશે.
તે સાંભળી દેવી બેલી, હે ભગવન! તે મારા પતિને મારે કેવી રીતે ઓળખ? અથવા તેની સાથે કેવી રીતે મારું લગ્ન થશે?
પછી શ્રી કેવલી ભગવાન બોલ્યા, હે ભદ્ર! આ જે હકીકત હું કહું તે તું સાંભળ...
શ્રી જિનેન્દ્રભગવાનની યાત્રાના સમયે પિતાના સ્થાનમાંથી છુટીને ઉન્મત્ત થયેલો હાથી ત્યાં આવશે અને તેના ભયમાંથી જે તને બચાવશે, તેજ તારે પૂર્વભવને સ્વામી છે એમ તારે નક્કી જાણવું.