________________
સુરસુંદરી ચરિત્ર
૨૯૧ વળી આ સંસારમાં જન્મ, જરા, રોગ, મરણ અને સેંકડો દુકાને હેતુ આ પ્રમાદ છે અને તેના વશ થયેલા પ્રાણીઓ ઘર એવા ભવસાગરમાં ભમ્યા કરે છે.
માટે હે મુમુક્ષુપુરુષો ચેતે ! ચેતે !! ચેતે !!!
આ પ્રમાદરૂપી પિશાચને ત્યાગ કરે અને સંસાર સમુદ્રમાં નાવ સમાન શ્રી જનધર્મને વિષ સ્થિર મન કરીને ઉત્તમ પ્રકારે તમે ઉઘુક્ત થાઓ. | હે મહાનુભાવે ! ખરેખર આ સંસારમાં બંધુસમાન સમ્યફવ ધર્મ ગણાય છે.
અન્ય બંધુઓ તે સ્વાર્થને સંબંધ ધરાવે છે, માત્ર ધર્મ એક જ પ્રાણીઓને સદાને માટે સુખદાયક કહ્યો છે. કહ્યું છે કે
જ્યાં સુધી મનુષ્ય કાર્યદક્ષ હોય છે, ત્યાં સુધી દ્રવ્યાદિક સર્વ પદાર્થો પિતાને ઉપગ થઈ પડે છે. જ્યારે આ જીવ દેહનગરને ત્યાગ કરી લેકાંતરમાં પ્રયાણ કરે છે, ત્યારે દ્રવ્યસંપત્તિઓ પૃથ્વીમાં દાટેલી હોય તે તેઓ ત્યાં ને ત્યાં જ રહે છે.
હાથી, ઘોડા અને બળદ વિગેરે પશુઓ પોતપોતાના સ્થાનમાં બાંધ્યા રહે છે.
પિતાની પ્રાણપ્રિયા ભાર્યા બહુ શેકાકુલ થઈ હાયમીટ કરતી ઘરના દ્વાર સુધી અનુગમન કરે છે.