________________
સુરસુરી ચરિત્ર
હે ભવ્યાત્માઓ! આ સંસારમાં મનુષ્યભવ મળ બહુ દુર્લભ છે.
તેમાં પણ સસ્કુલની પ્રાપ્તિ અતિ દુર્લભ કહેલી છે,
કદાચિત્ ઉત્તમ કુલ પણ મળી શકે છે, પરંતુ શ્રી જિદ્ર કથિત ધર્મ મળ ઘણે જ દુર્લભ છે.
માટે હે ભવ્ય પ્રાણીઓ ! અત્યંત દુર્લભ એ શ્રી જનધર્મ પ્રાપ્ત થયે છતે હંમેશાં અન્ય વાસનાઓને ત્યાગ કરી શુદ્ધ ધર્મમાં જ તમે ઉઘુક્ત થાઓ,
પ્રમાદને સર્વથા ત્યાગ કરો,
પ્રમાદને વશ થએલા પ્રાણુઓ બહુ અનર્થના પાત્ર થાય છે.
ઉભયલોકમાં દુઃખદાયક પ્રમાદને જ કહે છે કહ્યું છે કે –
આ જગતની અંદર દરેક પ્રાણીઓ વૈભવની ઇચ્છાવાળા હોય છે, છતાં તેઓ જે સંપત્તિઓથી વિમુખ રહે છે, તેનું કારણ માત્ર પ્રમાદ છે. તે દુષ્ટ પ્રમાદને લીધે જ પ્રાણુઓ આપત્તિઓથી મુક્ત થતા નથી. અર્થાત્ આધિ (માનસિક) અને વ્યાધિ (શારીરિક) પડાઓને ભેગવ્યા કરે છે.
તેમજ ઉત્તમ પ્રકારના સમગ્ર ગુણેના ભક્તા પણ તેઓ થઈ શક્તા નથી.