________________
સુરસુંદરી ચરિત્ર -
૨૮૭
ભવ પામીને શ્રી જિનેન્દ્ર ભગવાનની દીક્ષા ગ્રહણ કર્યા બાદ કર્મને સર્વથા ક્ષય કરી મોક્ષ સુખને પામીશ.
હે પ્રિયસખી! દેવભવમાં શાશ્વત સુખ મેળવી શકાતું નથી. કારણ કે તેવા પ્રકારની ધર્મ સામગ્રી દેવોને પ્રાપ્ત થતી નથી, માટે મોક્ષ સુખની પ્રાપ્તિ તે મનુષ્ય ભવમાં જ થઈ શકે છે. કારણ કે તેવી ધર્મ સામગ્રી મનુષ્યભવમાં જ હોઈ શકે છે. કહ્યું છે કે –
દેવોની સમૃદ્ધિઓ બહુ અદ્દભુત હોય છે, તેમજ તેઓ દિવ્ય વિમાનમાં બેસી સ્વેચ્છા પ્રમાણે દ્વિપાંતરમાં પર્યટન કરે છે. પરંતુ તેઓ વિષય સેવનમાં બહુ જ આસક્ત હોય છે,
નારકીના છે અનેક પ્રકારનાં દુખેથી પીડાયેલા હોય છે, જેથી તેઓને ધર્મશ્રવણ સ્વપ્નમાં પણ દુર્લભ હોય છે. તિર્યંચે પણ વિવેકશૂન્ય હોય છે.
માત્ર માનવભવમાં જ ધર્મ સામગ્રી પ્રાપ્ત થાય છે.
હે દેવી! હાલમાં તમે પૂર્વોક્ત પ્રમાણે ધર્મને ઉદ્યોગ કરો.
મનુષ્યભવ પામીને અનુકમે સિદ્ધ સ્થાનમાં ગયા બાદ આવાં દુઃખોને અનુભવ તમને બીલકુલ થશે નહીં અને સદાકાલ જન્મ, જરા, મરણ અને શેક વડે રહિત તું થઈશ.