________________
૨૮૬
સુરસુંદરી ચરિત્ર ' હે પ્રિયસખી! જે કે; તું સેંકડે હજારવાર વિલાપ કરે, શરીરને કુટે ભાગે અને બહુ ભારે શેક કરે તે પણ કાલરૂપી યમરાજાએ ગ્રહણ કરેલ તારે સ્વામી હવે અહીં પાછો આવવાને નથી.
આ પ્રમાણે નિશ્ચય જાણીને તું હવે પતિ સંબંધી નેહપાશને શિથિલ કર તેમજ બહુ શોકને છેડી દે.
આવા પ્રકારના અનેક દુઃખને શમાવનાર એવા શ્રી જૈિનધર્મને વિષે તું નિરંતર ઉદ્યમ કર.
તપ અને સંયમરૂપ તે શ્રી જિનેન્દ્રને ધર્મ નું દેવભવમાં રહેલી છે માટે હાલ તારાથી થઈ શકે તેમ નથી.
માટે હે સુંદરી! સમ્યકત્વ ધમની શુદ્ધિ માટે હાલમાં તું ઉદ્યમ કર.
હે દેવી! તું હવે વિદેહ ક્ષેત્રમાં જા અને ત્યાં ત્રણલોકના એક બંધુ સમાન એવા શ્રી જિનેન્દ્ર ભગવાનની વંદનાદિક ભક્તિ કર, તેમજ શ્રી કેવલીભગવાનને તથા સંયમ પાળવામાં ઉઘુક્ત અને ધીર એવા મુનિઓને પ્રણામ કર. શાશ્વત જિનાલયમાં રહેલી શ્રી જિનેન્દ્ર ભગવાનની પ્રતિમાઓને તેમજ સુમેરુ દ્વીપ અને અન્ય પર્વતેમાં રહેલી શ્રી જિનપ્રતિમાને પરમ ભક્તિપૂર્વક તું તે તે સ્થાને જઈને પ્રણામ કર.
આ પ્રમાણે ભક્તિ કરવાથી તું શુદ્ધ સમ્યત્વ મને પામીશ અને તે સમ્યકત્વના પ્રભાવથી તું મનુષ્ય