________________
- ૨૮૪
સુરસુંદરી ચરિત્ર ' ફરીથી શુદ્ધિમાં આવી અને વિલાપ કરવા લાગી.
હે નાથ ! વિલાપ કરતી આ દીન વનિતાને આપ કેમ દષ્ટિગોચર કરતા નથી? મને પ્રત્યુત્તર તમે કેમ આપતા નથી?
હે સ્વામિન્ ! શું ! તમે મારાથી રીસાયા છે ? શું? મેં તમારે કંઈ અપરાધ કર્યો છે?
હે સ્વામિન્ ! સંભોગના આ સમયે હું જ્યારે કલહ કરતી હતી, ત્યારે આપ મને હજારો પ્રિય વચન બિલીને મનાવતા હતા. એમ છતાં હાલમાં વિલાપ કરતી
અનાથ એવી આ પ્રિયાને તમે અકસ્માત કેમ ત્યજી - દીધી છે ? | કઈ પણ મારો અવિનય થયે હેય તે પણ આપને આ અબળા ઉપર ક્રોધ કર લાયક નથી; અથવા ક્રોધ કરવો એ ઉત્તમ પુરૂષેનું લક્ષણ નથી. કારણ કે, ક્રોધને માટે શત્રુ કહ્યો છે. - ક્રોધ રૂપી વિરીનું એટલું બધું બળ છે કે, જેના સ્મરણમાત્રથી બુદ્ધિમાન પુરૂષો પણ તેને આધીન થઈ અતિશય કલેશના પાત્ર થઈ પડે છે. ; તેને મહિમા એટલો પ્રબળ છે કે, જેના પ્રભાવથી . ક્ષમાધારી પુરૂષ તે કેવા ક્રોધીનું મુખ પણ જોતા નથી.
એટલું જ નહીં પરંતુ તેવા ક્રોધી પુરૂષની નિંદાના અંકુરાઓ દરેક ઠેકાણે પ્રસરી જાય છે અને તે ક્રોધી