________________
સુરસુંદરી ચરિત્ર
૨૮૫
પુરૂષા આલાકમાં અપાર દુઃખ ભાગવીને પરલેાકમાં પણ બહુ દુ:ખી થાય છે.
હે સ્વામિન્! આપને આવા અનાય ક્રોધને વશ થવુ' ઘટતુ નથી.
આપની મધુરવાણી સ`ભળાવીને મને કૃતાર્થ કરા.. હે નાથ ! શુ` આપ નથી જાણતા કે; આપના પ્રેમમાં મુગ્ધ બનેલી એવી આ સ્ત્રીની તમારા વિના શી ગતિ થશે! જેથી એકદમ મને મૂકીને આપ અદૃશ્ય થઈ ગયા
એ પ્રમાણે પેાતાના પતિના વિરહ વડે અનેક પ્રકારના વિલાપ કરતી તે ચ`દ્રપ્રભાદેવી મૂળમાંથી ઉખા ડેલી કમલની વેલીની માફક કરમાયેલા મુખવાળી થઈ ગઈ......
સ્વયં પ્રભા સખી
બહુ શાકમાં ગરક થયેલી અને અતિશય દુઃખથી હણાયેલી તે દેવીને જોઈ તેણીની પ્રિયસખી સ્વય‘પ્રભા પેાતાના અનન્ય સ્નેહની ખાતર કહેવા લાગી.
હે પ્રિયસખી! શ્રી જિનેન્દ્રભગવાનના સિદ્ધાન્ત પણ તમે જાણા છે. તેમજ આ સૌંસારનું સ્વરૂપ પણ તમે સાંભળેલું છે. છતાં પણ તમે સાધારણ સ્ત્રીની માફક આવા અઘટિત વિલાપ કરેા છે. તે શું ઉચિત ગણાય ખરું ?”
હું પ્રિયસખી ! આપણે બહુ વિલાપ કરીએ તેથી પણ આપણુ કઈ વળે તેમ નથી. માટે બકરીની ડોકમાં લબઢતા સ્તનની જેમ વૃથા સ્ટેન કરવાથી શુ' વળવાનું છે ?