________________
૪૮
સુરશી પરિત્ર ચંદ્રપ્રભાદેવી
એ પ્રમાણે સ્વયં પ્રભાનું વચન સાંભળી ચંદ્રપ્રભા દેવીએ તે જ વખતે પોતાના પતિને શોક દૂર કર્યો.
પિતાની સખી સ્વયંપ્રભાને સાથે લઈ તે દેવી આ ભૂલોકમાં આવી બહુ ભાવપૂર્વક શ્રી જિનબિંબને વાંદને પછી નંદીશ્વર દ્વીપમાં તે ગઈ.
ત્યાંથી આ ભરત ક્ષેત્રમાં તે આવી, ત્યાં રાજગૃહ નગરીની બહાર ઉદ્યાનમાં સેંકડે મુનિવરો જેમના ચરણકમલની સેવા કરે છે, તેમજ સુર, અસુર અને મનુષ્ય જેમની સેવામાં હાજર રહ્યા છે અને શુદ્ધધર્મની પ્રરૂપણ કરતા એવા શ્રી શુભંકર નામે કેવલી ભગવાન તેણીના જેવામાં આવ્યા.
બાદ તે દેવી પિતાની સખી સહિત આકાશમાગે પ્રયાણને બંધ કરી નીચે ઉતરી, ત્યારબાદ તે દેવી ભવ્યા પ્રાણીઓને સુખકારી ઉપદેશ આપતા એવા તે શ્રી શુભંકર કેવલી ભગવાનને વંદન કરીને બાકીના સમગ્ર મુનિસંઘને પણ વાંદીને સ્વયંપ્રભા સહિત તે ચંદ્રપ્રભા ઉચિત સ્થાનમાં વિનયપૂર્વક બેઠી, શુભંકર કેવલી :
હવે તે શ્રીકેવલીભગવાને દેવ, અસુર અને મનુખ્યાદિક પ્રાણીઓથી યુક્ત તે સભામાં મધુર અને ગંભીર વાણી વડે ધર્મદેશના પ્રારંભ કર્યો.