________________
*૨૯૦
' સુરસુંદરી ચરિત્ર ; વળી તેજ કારણને લીધે સ્વર્ગસુખ પણ તેઓ મેળવી શકતા નથી.
અને સમસ્ત સુખના આવાસભૂત એવું મેક્ષ સુખ પણ તેઓને બહુ દુર્લભ થાય છે.
વળી આ પ્રમાદની પટુતા સર્વ શુભકાર્યોના વિનાશમાં જ રહેલી છે. તે માટે હે ભવ્યાત્માઓ ! આ પ્રમાદ શત્રુને કઈ પણ સમયે તમે આશ્રય આપશે નહી.
વળી હે ભવ્યજનો ! હાથમાં રહેલા જળની માફક આ આયુષ્ય દરેક ક્ષણે ક્ષીણ થાય છે.
માટે શ્રી જિનેન્દ્ર ભગવાને કહેલા ધર્મનું આરાધન કરો. કઈ પણ સમયે તમે પ્રમાદ કરશે નહીં. | દર્ભ અને સેયના અગ્રભાગમાં રહેલા જલબિંદુની માફક પ્રાણુઓનું જીવિતવ્ય ચંચળ હોવાથી ભાવપૂર્વક સારભૂત એવા શુદ્ધ ધર્મમાં ઉઘુક્ત થવું કારણ કે, તે કર્મગતિ બહુ જ વિષમ કહેલી છે.
કર્મની ગતિ બહુ ગહન છે, માટે તે કર્મને નિમૂલ કરવામાં આળસ રાખવી નહીં.
હે ભવ્યાત્માઓ ! આ સંસારમાં સર્વ દુખે પ્રમાદથી ઉત્પન્ન થાય છે.
માટે ચારે ગતિને વિષે દરેક પ્રાણીઓએ અવશ્ય પ્રમાદને ત્યાગ કરવો જોઈએ.