Book Title: Sursundari Charitra Part 01
Author(s): Ajitsagarsuri
Publisher: Mahudi Swetambar Murtipujak Trust

View full book text
Previous | Next

Page 425
________________ સુરસુંદરી સ્ત્રિ ધારિણી ! મારા શેહનું કારણ તમોએ જે મને પૂછયું, તે સવ મેં તમને કહ્યું. હવે કાંઈ બાકી રહ્યું નથી. ધારિણુસખી હે ભદ્રે ! હવે તારે કંઈપણ શેક કરવાનું કારણ રહ્યું નથી. કેમકે, શ્રી કેવલીભગવાનનું વચન કેઈ દિવસ અન્યથા થાય નહીં. જ્ઞાની પુરૂષ જે જે કહે છે, તે સત્ય જ થાય છે. માટે તારે હવે આનંદમાં રહેવું, એમના વચન પ્રમાણે તારો મનોરથ સિદ્ધ થશે. આ પ્રમાણે ધારિણીનું વચન સાંભળી મને કિંચિત હાસ્ય આવ્યું. પછી મેં કહ્યું હે સુતનુ! તારા કહેવા પ્રમાણે તે વાત ખરી છે. પરંતુ અતિ ઉઠાને લીધે મારું હૃદય બહુ જ ઉતાવળું થાય છે. - એ પ્રમાણે હું ધારિણીની સાથે વાત કરતી હતી, તેટલામાં હે પ્રિયતમ ! ચપકમાલા નામે મારી માતા મારી પાસે આવી મને કહેવા લાગી; હે પુત્રી ! તું જલદી સ્નાન કરીને ભજન કરી લે. પછી ઉત્તમ પ્રકારનાં વસ્ત્રાભરણ પહેરી જલદી તું તૈયાર થા. તે સાંભળીને મેં કહ્યું કે, હું જનની ! આજે હજુ પ્રણાત કાળ તે થયો પણ નથી, છતાં આટલી બધી

Loading...

Page Navigation
1 ... 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442 443 444 445 446 447 448 449 450