________________
૨૯૪
સુરસુંદરી ચરિત્ર.. તેમજ ફરીથી પણ તેની સાથે વિશેષ પ્રકારે તારું દર્શન થશે કે તારા મામાની દીકરી કનકમાલાના પાણિગ્રહણના સમયે પિતાના મિત્રને માટે તે કનકમાલાનું સ્વરૂપ ધારણ કરીને આવશે. ' હે ભદ્ર! ચંદ્રપ્રભે! જે કનકમાલાનું રૂપ ધારણ કરી ત્યાં આગળ આવે તે તારે તારો પૂર્વ પતિ જાણો. એમાં કઈ પ્રકારને તારે સંદેહ રાખ નહિ. - ત્યાર પછી તારૂં લગ્ન પણ તેની સાથે થશે અને તે સમયે તું જાતિ સ્મરણ જ્ઞાન વડે આ મારું વચન પણ સંભાળીશ.
એ પ્રમાણે હે પ્રિયસખી ધારિણી ! શ્રીકેવલી ભગવાનનું વચન સાંભળી તે દેવી પિતાના હૃદયમાં બહુજ ખુશી થઈ અને શ્રી કેવલીભગવાનના ચરણકમલમાં પ્રણામ કરી ત્યાંથી આકાશ માર્ગે ચાલતી થઈ.
પછી શાશ્વતજિનાલમાં જઈને સર્વ જિનબિંબને અભિવંદન કરી તે દેવી મહાવિદેહક્ષેત્રમાં સર્વ તીર્થકરોની યાત્રા પૂર્ણ કર્યા બાદ પોતાના સ્થાનમાં ગઈ પરંતુ પિતાના હૃદયની અંદર તે દેવી ચંદ્રાન દેવનું જ ધ્યાન કરવા લાગી.
એમ કરતાં અનુક્રમે પિતાનું આયુષ્ય પૂર્ણ થવાથી ચંદ્રપ્રભા દેવી પણ ત્યાંથી વી.
હે સુતનુ! પ્રથમ જે વસુમતી આર્યા હતી, તે મરીને સુરલોકમાં ચંદ્રપ્રભા દેવી થઈ. ત્યારબાદ ત્યાંથી