________________
૨૮૩
સુરસુંદરી ચરિત્ર હે નાથ! સુવર્ણ અને મણિરત્નથી વ્યાપ્ત એવું આ વિમાન પણ તેનું તેજ છે, પરંતુ આપના અભાવને લીધે ઘડીયાળના ઘરની માફક શૂન્ય લાગે છે.
હે નાથ ! પ્રિય વચન બોલીને આનંદ આપતે. અને વિનય કરવામાં બહુ જ દક્ષ એ આ ભૂલ્યવર્ગ પણ આપના વિરહને લીધે મને પરમાધામી દેવ સમાન અપ્રિય લાગે છે.
હે પ્રાણવલ્લભ! પુનાગ, નાગકેસર, ચંપક, નમે. અને મંદાર વિગેરે દિવ્ય વૃક્ષેથી વિભૂષિત અને રમણીય એવા આ ઉધાન પણ આપના સમાગમ ના બદ. ધારાઓના વનની માફક અસહ્ય લાગે છે.
સ્વચ્છ જલથી ભરેલી મને હર અને ઉત્તમ એવી . સ્નાન કરવાની આ વાવડીઓ પણ આપના વિરહ વડે વૈતરણી નદી સમાન ભાસે છે.
જે સ્ત્રીઓ મરેલા પતિની પાછળ પિતાના દેહને ત્યાગ કરે છે, તે ભૂલોકવાસી નારીઓને ધન્યવાદ ઘટે છે.
આ દેવ ભવને વિષે તે પણ મારાથી થઈ શકે તેમ નથી. હવે હું શું કરું?
એ પ્રમાણે બહુ વિલાપ કરતી તે દેવી પોતાના હાથ વડે છાતી કુટવા લાગી અને કરૂણ શબ્દ વડે રૂદન. કરતી આકંદ કરવા લાગી.
ક્ષણમાત્રમાં અસહ્ય દુખને આધીન થઈ પડી અને. તરત જ મૂર્શિત થઈ નિરાધાર પૃથ્વી પર પડી ગઈ