________________
સુરસુંદરી ચરિત્ર
૨૮૧ હાલમાં ભોગવિલાસ પર આપની અરૂચી કેમ દેખાય છે?
તમે વારંવાર પિતાના અંગને આટલું બધું શા માટે મરડે છે ?
હે સ્વામિન્ ! આપનું સત્ય સ્વરૂપ મને કહો. ચંદ્રાજુનદેવનું ચ્યવન
પિતાની સ્ત્રીએ પૂછેલા પ્રશ્નો ધ્યાનમાં લઈ ચંદ્રા જુન દેવ બેલ્યા.
હે સુંદરી ! જે તું પૂછે છે, તે શું તું નથી જાણતી? જેથી આ પ્રમાણે તું મને પૂછે છે?
હે સુતનુ! દેવે જ્યારે પિતાના વિમાનમાંથી આવે છે, ત્યારે આગળથી આવાં ચિન્હ પ્રગટ થાય છે. માટે મારે પણું વન (મરણ) નો સમય હવે નજીકમાં આવ્યું છે. - એ પ્રમાણે બહુ પ્રિય એવા પિતાના સ્વામીનું વચન સાંભળીને ચંદ્રપ્રભા દેવી અસહા એવા મહાશોકમાં આવી પડી અને તે નરક સમાન દુઃખને અનુભવવા લાગી.
ત્યારબાદ અન્ય કોઈ પણ દિવસે ચંદ્રાજુન દેવ પિતાનું આયુષ પૂર્ણ કરી તે દેવીના જોત જોતામાં પ્રચંડ પવનથી હણાયેલા દીવાની માફક અષ્ટ થઈ ગયે.
પછી ચંદ્રપ્રભા દેવી પોતાના સ્વામીનું ચ્યવન જોઈને અત્યંત દુઃખના આઘાતથી મૂછિત થઈ ગઈ.