________________
સુરસુંદરી ચરિત્ર
૨૭૯ તે ચંદ્રયશા સાથ્વીની પાસે આગમત વિધિ પ્રમાણે તેણીએ દીક્ષા લીધી.
તે દેવ સુમંગલ વિદ્યાધરની ઉપર બહુ કે પાયમાન થયા હતા, પરંતુ તેના મુખની દીનતા જોઈને તેના હૃદયમાં દયા આવી,
તેથી તે બીચારાને તેણે માર્યો નહીં, પરંતુ માનુપત્તર પર્વતથી પણ આગળ ઉપર ઘણે દૂર લઈ જઈને તેને ત્યાં છેડી મૂકો.
ત્યારબાદ તે ચંદ્રાન દેવ પણ ઝડપથી પિતાના વિમાનમાં ચાલ્યા ગયા. વસુમતી સાથ્વી
- દીક્ષા ગ્રહણ કર્યા બાદ વસુમતી સાધ્વી પણ સમિતિ અને ગુપ્તિ પાલવામાં નિરંતર સમ્યક્ પ્રકારે ઉપયોગ રાખવા લાગી.
સ્વાધ્યાય ધ્યાનમાં હંમેશાં તત્પર અને વિનય કરવામાં બહુજ ઉઘુક્ત થઈ.
અનુક્રમે બહુ પૂર્વ લાખ વર્ષ સુધી શ્રમણ દીક્ષા પાળીને અંતે વિધિપૂર્વક સંખના વડે પિતાના દેહને તેણે ક્ષીણ કર્યો, પરંતુ અનુરાગના વશથી પોતાના હૃદયમાં તે દેવનું ધ્યાન કરતી એવી તે વસુમતી સાધ્વીએ અનશનવ્રત ગ્રહણ કરીને પોતાના શરીરને ત્યાગ કર્યો,