________________
૨૪૮
સુરસુંદરી ચરિત્ર વિરાધક થતું ન હતું તેમજ રાજાને તથા પ્રજાને પણ તે અપ્રિય ન હતું. રાજા અને પ્રજા એ બંનેને શાંતિકારક એ કાર્યવાહક ફવિચિત જ મળી આવે છે, કહ્યું છે કે
અધિકારના આવેશમાં રહીને જે, મંત્રી રાજ્યપક્ષનું જ કેવલ હિત સાધવામાં સાવધાન રહે છે તે સમગ્ર પ્રજાને થી બને છે.
જે પ્રજાનું હિત કરવામાં ઉઘુક્ત થાય તે, રાજા તરત જ તેને વિદાય કરે છે.
માટે રાજા અને પ્રજા એ બન્નેને રંજન કરી ઉભચનું હિત કરનાર એ અધિકારી બહુ દુર્લભ હોય છે.
એમ છતાં પણ આ મંત્રી સર્વને પ્રીતિમાત્ર થઈ પડયો. એનું કારણ માત્ર એ જ હતું કે, તે લેશ માત્ર પણ નીતિમાર્ગનું ઉલ્લંઘન કરતું ન હતું. તેમજ તે ધર્મશાસ્ત્રમાં પણ બહુ કુશલ હતે.
શ્રીજિનેદ્રભગવાનની પૂજા ભક્તિમાં તે અગ્રણી હતે. સાધર્મિક વાત્સલ્ય તથા મુનિસેવા તે તેનું જીવન જ હતું. - પિતાના ભાવની વિશુદ્ધિને લીધે તેને સંસારની અનિત્યતા ભાસવા લાગી.
માનવભવની સફલતા કરવી એજ બુદ્ધિની સફલતા ગણાય છે, એમ ચિંતવતાં તેને વૈરાગ્ય દશા પ્રગટ થઈ.
આ સંસારવાસ કારાગૃહ સમાન દુઃખદાયક છે. સુખશાંતિ તે માત્ર મુનિપદમાં જ રહેલી છે. કહ્યું છે કે,