________________
- ૨૫૨
- સુરસુંદરી ચરિત્ર વળી આપને આટલી અધિક ચિંતા કરવાનું શું કારણ આવી પડયું છે? આપની આકૃતિ ઉપરથી આ બાબત સાબીત થાય છે;
દરેક મનુષ્યની આકૃતિ ઉપરથી જ ગુણાદિકનો પ્રકાશ થઈ આવે છે.
તેમજ નમ્રતા ઉપરથી કુલની વિશુદ્ધતા સ્પષ્ટ થાય છે.
વાણીના વિસ્તાર ઉપરથી અનુક્રમે શાસ્ત્ર જ્ઞાન કેટલું છે ? તેની પરીક્ષા બુદ્ધિમાન પુરૂષો કરી શકે છે.
તમારો સંયમ-ધાર્મિક નિયમ વયની અપેક્ષાએ બહુ અધિક છે. હું આપની મુખાકૃતિ ઉપરથી સમજુ છું કે; આપ કંઈપણ વિપત્તિમાં આવી પડયા છે.
આ પ્રમાણે પિતાની સ્ત્રીનું વચન સાંભળી અશનિવેગ બેચે;
હે મૃગાક્ષિ! મારી કન્યા કામદેવની રાજધાની સમાન નવીન યૌવન દશાને પ્રાપ્ત થયેલી છે. છતાં હે સુંદરી ! કેઈપણ વરને તે ઈચ્છતી નથી. તો પછી આથી મોટું બીજું કયું દુઃખ છે? માત્ર મારી ચિંતાનું મુખ્ય કારણ તે તે જ છે.
યૌવન વયને પ્રાપ્ત થયેલી કન્યા જે પરણાવવામાં ન આવે અને વર વિના રહે તે કંઈક વિપરીત કરી બેસે એ સંભવ રહે છે;
સુખી માણસ પારકાના દુઃખને જાણતા નથી,