________________
સુરસુંદરી ચરિત્ર જે આ જાપુરૂષ હોય તે;
હે જનની ! એ પ્રમાણે કહી સુદનાને તે શા માટે લાવે?
તે પ્રમાણે બેલવાથી જરૂર એમ જણાય છે કે, કૌતુકના કાર્યમાં પ્રીતિવાળા એવા કેઈક દેવ અથવા તે દાનવે આ ધનપતિને રૂપાંતરમાં લાવી મૂકે છે.
વળી કેટલાક કહે છે.
એમ નહીં, પરંતુ આ દુષ્ટાત્મા પિશાચની માફક આવા પ્રકારનું રૂપાંતર ધારણ કરી આપણને છેતરવા માટે અહીં આવ્યા છે.
અન્ય લકે કહેવા લાગ્યા,
નહીં નહીં, આ બધી તમારી કલ્પનાઓ અસત્ય છે, પરંતુ ખરી વાત એ છે કે, વસુમતિના શીલની પરીક્ષા કરવા માટે આ કેઈ સાક્ષાત્ દેવ આવેલ છે.
આ પ્રમાણે હે પ્રિયસખી ધારિણી! અનેક પ્રકારના ભિન્ન ભિન્ન વિકલ્પ કરી સર્વલેકે પોતપોતાની બુદ્ધિ પ્રમાણે પરસ્પર બેલતા હતા, તેટલામાં ત્યાં જે હકીકત બની તે તું સાંભળ.
બાજુબંધ, હાર તથા કડાં વિગેરેથી વિરાજિત મનહર શરીરવાળાનું,
તેમજ પિતાની સુંદર કાંતિવડે દિશાઓને ઉજવલ કરત એ એક દેવ ત્યાં એકદમ પ્રગટ થયે, અને બેલ્યો