________________
સુરસુંદરી ચરિત્ર
૨૬૫
સુમંગલનું વૃત્તાંત - હે ભદ્રિકજને ! આ અતિ દુષ્ટજનનું વૃત્તાંત તમે સાંભળે.
એની ખરી હકીકત જાણ્યા વિના તમે અસત્ય ક૯૫નાઓ શા માટે કરો છો ?
અને તેમ નકામા કાલક્ષેપ કરવાથી શું ફલ છે ?
બહુ પાપકારી એ આ સુમંગલ નામે વિદ્યાધર છે. એણે બહુ ઉત્તમ પ્રકારની વિદ્યાઓ સિદ્ધ કરી હતી, તેમજ દરેક વિદ્યાધરોના નગરમાં એની બહુ જ પ્રસિદ્ધિ છે.
હવે એક દિવસ યૌવનમદના આવેશથી આ વિદ્યાધર નભેગામિની વિદ્યા વડે પિતાનાં અભીષ્ટ નગરમાં ફરતે ફરતે અહીંયાં આ નગરમાં આવ્યો, કેવળ યૌવનથી જ આ વિદ્યાધર ઉન્મત્ત ન હતું, પરંતુ વિદ્યાબળ તથા સ્વામીત્વ વિગેરેના પ્રભાવથી પણ બહુ ગર્વિષ્ઠ થયેલો હત, તે પછી એના અવિનયનું શું કહેવું ? કહ્યું છે કે,
અહે ! યૌવનરૂપી ચત્વરમાં ભ્રમણ કરતો પુરૂષ કયા અનર્થને સ્વાધીન નથી થતો ?
ધનસંપત્તિને ગર્વ પણ તે જ અનર્થકારક કહેલ છે.
પિતાના પરાક્રમ વડે જેમને સ્વામીત્વને અધિકાર મ હોય છે તે, અને વિવેકરહિતપણું પણ કેવલ અનર્થદાયક જ કહેલું છે.