________________
સુરસુંદરી ચરિત્ર
૨૭૧
' હે ભદ્ર! આ સંસારની સ્થિતિ આવા પ્રકારની જ હોય છે, એમ સમજી તારે કંઈ પણ શોક કરવું નહીં;
વળી હે સુભગ ! આ સંસારની સ્થિતિ એવી છે કે, જેની અંદર ઈષ્ટને વિયાગ અને અનિષ્ટની પ્રાપ્તિ થયા કરે છે. ' હે ભદ્ર! આ અસાર સંસારમાં નિવાસ કરતા ઘણું મૂઢ પ્રાણીઓ વિષયસુખમાં લુબ્ધ થાય છે. જેથી તેઓના સંયોગ અને વિગ અનંતવાર થયા કરે છે.
વસ્તુતઃ વિચાર કરીએ તે જે કંઈ દુઃખ થાય છે તે પિતાના દુષ્કર્મને લીધે જ થાય છે.
વળી બાહ્ય અર્થમાં બાકીનું સર્વ નિમિત્તમાત્ર જ ગણાય છે. માટે તે વિદ્યારે મારું કંઇપણ બગાડયું નથી અને આ દુખ પણ તેણે કર્યું નથી એમ તારે સત્યપણે સમજવું;
પરંતુ જે કંઈ થયું તે મારા પિતાના કર્મથી જ થયું છે, એ પ્રમાણે પોતાના હૃદયમાં તું સમજ.
વળી કેઈક મનુષ્ય કુતરાને પથરો મારે છે, તે તે અજ્ઞાની કુતરો તે પાષાણુને બચકુ ભરવા દોટ મારે છે; અને સિંહને કેઈ બાણ મારે તો તે બાણની તરફ લક્ષ્ય નહીં કરતે, બાણ ફેંકનાર પુરુષ તરફ દષ્ટિ કરે છે.
માટે આપણે સુખ કે દુઃખ તરફ દષ્ટિ કરી સુખ દુઃખ માનવાનું નથી,