________________
છે : વારા
२७४
- સુરસુંદરી ચરિત્ર પછી વસુમતી ભરનિદ્રામાં સુતી હતી, તેને નિદ્રામાંથી મેં જાગ્રત કરી.
તેથી તેણીએ જાણ્યું કે, અરે ! આ મારી સાથે કે સુ છે? આ મારો પ્રાણપતિ નથી. આ તે કોઈ અન્ય પુરૂષ છે. " એમ નિશ્ચય કરી તે પોતાની સાસુ પાસે ગઈ અને આ સર્વ વાર્તા તેની આગળ તેણીએ નિવેદન કરી. - ત્યારબાદ સુદર્શનાએ આ દુષ્ટને જોઈ બહુ કલાહલ કર્યો એટલે આ દુરાત્મા પણ જાગી ઉઠય.
તેણે સુદનાને “જનની” એ પ્રમાણે કહીને બાલાવી.
પછી તે સુદર્શનનું નિષ્ફર વચન સાંભળીને તે દુરાત્માએ પોતાના સ્વરૂપ સામું જોયું તે,
પૂર્વસ્વરૂપને પ્રાપ્ત થયેલા પોતાના સ્વરૂપને જોઈ આ વિદ્યાધર પોતાના હૃદયમાં બહુ આશ્ચર્ય પામે.
આજે મારી વિદ્યાને પ્રભાવ કેણે હરણ કર્યો! જેથી આ પ્રકારની દુર્દશામાં હું આવી પડશે?
એમ વિચાર કરી અહીંથી ઉપડી જવાની એણે તૈયારી કરી અને તરત જ ઉત્તમ એવી નભોગામિની નામે પિતાની વિદ્યાનું એણે સ્મરણ કર્યું.
પરંતુ એની સર્વવિદ્યાઓને પ્રથમથી જ મેં અપહાર કર્યો હતો, તેથી આ અહીંથી ઉડી શક્યા નહીં.