________________
સુરસુંદરી ચરિત્ર
૨૭૩ રિત્ર પાલવા લાગ્યા. તેમજ ત્રીસ લાખપૂર્વ વર્ષ ઉગ્ર તપશ્ચર્યા કર્યા બાદ ત્રણમાસનું અનશન વ્રત ગ્રહણ કરીને તેમણે વદેહને ત્યાગ કર્યો. ચંદ્રાન દેવ.
પછી તે ઈશાનદેવ લોકમાં અનેક અપ્સરાઓનેગણું વિલાસ કરે છે એવા ચંદ્રાના નામે વિમાનમાં ચંદ્રાજુન નામે દેવપણે ઉત્પન્ન થયે.
ત્યારપછી અવધિ જ્ઞાનવડે તેજ હું પોતે સમગ્ર પિતાનું વૃત્તાંત જોઈને હે ભદ્રિક લોકે ! આ નગરીમાં આવ્યો છું.
પોતાનું સ્વરૂપ પલટાવીને ધનપતિનું સ્વરૂપ ધારણ કરી આ દુરાત્મા વિદ્યાધર અહીં આવી વસુમતીના કંઠનું આલિંગન કરી તેની શય્યામાં નિર્ભયપણે સુતે છે તે મારા જેવામાં આવ્યો
તેથી મને બહુ ક્રોધ ભરાઈ આવ્યા, જેથી મેં વિચાર કર્યો, મારી સ્ત્રી સાથે સુતેલા આ દુષ્ટને હું મારી નાખું. | મારાં માતાપિતાને તેમજ સમગ્ર નગરીના લેકેને આ દુરાત્માનું દુષ્ટ ચારિત્ર જણાવીને પછી હું તેને યથાચોગ્ય શિક્ષા કરીશ.
એમ વિચાર કરી આ દુષ્ટની સર્વવિદ્યાઓને પ્રથમ મેં અપહાર કર્યો. તેથી તે પાપી પિતાના મૂળસ્વરૂપમાં આવી રહ્યો છે. અર્થાત્ તેની વિદ્યાને ચમત્કાર સર્વ નષ્ટ થયો છે.