________________
૨૭૬ want
સુરસુંદરી ચરિત્ર અને પરસ્પર તેઓ વાર્તાલાપ કરવા લાગ્યા,
આ દુરાત્માએ બહુ સાહસ કર્યું. એ પ્રમાણે તે દુષ્ટનું સર્વવૃત્તાંત સાંભળીને નગરની નારીઓ સુમંગલને બહુજ તિરસ્કારપૂર્વક કહેવા લાગી,
આ પાપીના મસ્તક પર અકસ્માત વિદ્યુતપાત થ જોઈએ, અથવા,
આ પાપીષ્ઠ સુતને સુતે મરી જ જોઈએ, કારણકે; જે આ પાપીએ નિર્દોષ છતાં પણ ધનપતિને અપહાર કરી બહુજ અકૃત્ય કરેલું છે.
હા ! દુષ્ટ! સુંદર રૂપવાળી વિદ્યાધરીએ શું તને ન મળી? જેથી ધર્મશીલ એવી આ વસુમતીના શીલવ્રતનું તે ખંડન કર્યું?
માટે હે પાપિષ્ઠ! અનાર્યકાર્યમાં રક્ત થયેલા એવા છે નિર્લજજ ! તું હવે પોતાના દુકૃત્યને લાયક ઉભયલોકમાં બહુ દુઃખદાયક એવા કડવા ફલને ભોગવ?
વળી આ દુષ્ટનું નામ સુમંગલ રાખેલું છે, પરંતુ એનું ચરિત્ર તે બહુ જ દુષ્ટ છે, માટે એનું નામ અમંગલ ઉચિત છે. કારણ કે અમંગલ સિવાય આવું અકૃત્ય કેઈ કરી શકે નહીં.
એ પ્રમાણે કર્ણ કટુ એવાં અસભ્ય વચને વડે તે લતાએ તેનો બહુ પ્રકારે તિરસ્કાર કર્યો. તે બીચારો મુડદાલ બની મૌન સુખે નીચું જોઈ બેસી રહ્યો.