________________
સુરસુંદરી ચરિત્ર
૨૭૫ ત્યારે એણે જાણ્યું મારી ઉપર કેઈક કુપિત થયો છે, અને જરૂર મારી વિદ્યાઓને તેણે જ અપહાર કર્યો છે. તેથી જ હું મૂળસ્વરૂપમાં આવી ગયો છું. આકાશમાગે ચાલવાને હવે મારી શક્તિ બંધ પડી છે. એમ વિચાર કરતે આ વિદ્યાધર રંક અવસ્થાને પ્રાપ્ત થયે છે અને મનમુખે બેસી રહ્યો છે. સમુદ્રદત્ત શ્રેષ્ઠી.
એ પ્રમાણે હે પ્રિયસખી ધારિણી !
તે દેવનું વચન સાંભળી સમુદ્રદત્ત શ્રેષ્ઠી અને તેની સ્ત્રી સુદર્શન એ બનેનાં હૃદય પુત્રના વિયોગ દુઃખથી ભરાઈ આવ્યાં, અને તે બંને જણ તે દેવને આલિંગન કરી લાંબા સ્વરે રૂદન કરવા લાગ્યાં. તેમજ પુત્રના દુઃખથી બહુ જ દીન મુખે વિલાપ કરવા લાગ્યાં.
તેવા દયાજનક અને સ્નેહ ભરેલા તેમના વિલાપ સાંભળીને ત્યાં આગળ આવેલા અન્ય સર્વે નાગરિક લોકે પણ બહુ રૂદન કરવા લાગ્યા
તેવી રીતે તેઓએ પુત્ર વિયોગના લીધે કલ્પાંત કરી મૂકે કે, પક્ષી સરખાએ પણ મૌનમુદ્રાએ સ્થિર થઈ ગયાં.
તેમજ ત્યાં રહેલા સર્વ લોકેના રૂદનને શબ્દ સાંભળી નગરના અન્ય સર્વ લેકે પણ બાલ અને વૃદ્ધ સહિત સમુદ્રદત્ત શ્રેણીને ઘેર આવ્યા. !