________________
૨૭૦
. सुरहरा चार
સુરસુંદરી ચરિત્ર દેવ વિનાનું મંદિર જેમ શોભતું નથી, તેમ ધર્મવિનાને આ માનવભવ શોભતે નથી.
હે સજજને ! તમે કુપથને ત્યાગ કરો અને સન્માર્ગ માં પ્રવૃત્ત થએ.
આ પ્રમાણે ધર્મદેશના પ્રસંગ ચાલતું હતું, તેવામાં યોગ્ય સમય જાણુને ધનપતિએ પ્રભુને પ્રણામ કરી કહ્યું.
હે ભગવન્! અહીંયાં મને કોણ લાવ્યું ? અને આ ક્ષેત્રનું નામ શું ? તેમજ આ નગરીનું નામ શું ? તે આપ કૃપા કરીને મને કહો.
એ પ્રમાણે તેના પૂછવાથી શ્રીકેવલીભગવાને પ્રથમ જે વૃત્તાંત કહ્યું, તે સર્વે તે સમયે વિસ્તારપૂર્વક કહી સંભળાવ્યું.
બાદ ધનપતિ વણિક પિતાનું અસમંજસ વૃત્તાંત - જાણું બહુ શોકાતુર થઈ ગયો અને ચિંતા કરવા લાગ્યા કે, મારાં માતા, પિતા, ભાર્યા અને બંધુએથી હું વિયુક્ત થયો.
કુટુંબ પરિવારને હું ઉપાગી રહ્યો નહીં. હવે અહીં મારે શું કરવું?
એમ ચિંતાતુર થઈ ઉદાસીની માફક બેઠેલે તેને જઈ શ્રી કેવલીભગવાન બાલ્યા.