________________
૨૬૮
- સુરસુંદરી ચરિત્ર આ શું કઈ દુરાત્માએ મારો અપહાર કર્યો ? અથવા મને આ સ્વપ્ન આવ્યું ? - એમ વિચાર કરતો તે નગરીના બહારના પ્રદેશમાં ફરતું હતું, તેટલામાં ત્યાં આગળ ઉત્તમ પ્રકારના સુગંધિત પુષ્પ અને ગાઢ છાયાવાળા વૃક્ષેથી સુશોભિત એવા એક મનહર ઉદ્યાનમાં શ્રી કેવલીભગવાન પધાર્યા હતા; તે તેના જેવામાં આવ્યા.
વળી શ્રી કેવલીભગવાનને જન્મ શ્રી કષભદેવ ભગવાનના પવિત્ર વંશમાં થયેલ હતું. જેમની ઉજવલ કીર્તિને પ્રભાવ ત્રણે લોકમાં પસાર થયેલો છે એવા શ્રી દંડવિરત નામે તે રાજર્ષિને જઈ ધનપતિ વણિફ બહુ સંતુષ્ટ થ.
ત્રણ પ્રદક્ષિણ દઈ તેમના ચરણકમલમાં પ્રણામ કરી ઉચિત સ્થાનમાં તે બેઠે. અહો ! જ્ઞાનીમહાત્માઓનું દર્શન અપૂર્વ આનંદ આપે છે. કહ્યું છે કે –
જેમની ઉજવલ કીર્તિ દિગંતમાં પ્રસરી રહી છે એવા સજજન પુરુષની સંગતિ તો દૂર રહી.
પરંતુ તેમની સાથે વિરોગ થયો હોય તે પણ તે વૈરભાવ અતિશય મોટી ઉન્નતિને વિસ્તાર છે.
જેમકે, જેના શરીરને સર્વદા અભાવ છે અને મસ્તક માત્રથી ઓળખાતા એવા રાહુએ ત્રણે લોકમાં વિખ્યાત તેજવાળા ચંદ્ર અને સૂર્યની સાથે કદાચિત વૈરપણું ન કર્યું હોત તે તે કેને શ્રવણુગોચર થઈ શકત ?