________________
સુરસુંદરી ચરિત્ર . વિષયભાગમાં આનંદિત હદયવાળે આ દુરાત્મા વિચાર કરવા લાગ્યો.
ધનપતિના સ્વરૂપમાં રહીને હું અહીં રહીશ. તેમજ એમ કરવાથી આ સર્વ લોકે મને ઓળખી શકશે. નહિ અને વળી આ મૃગાક્ષીની સાથે હંમેશાં હું બહુ આનંદથી વિષયસુખ ભોગવીશ.
પરમ સૌભાગ્યના ખજાનારૂપ આ યુવતીને સમાગમ થયો છે, તે હવે મારે વિદ્યાધરીઓ અથવા અન્ય. યુવતીઓનું શું કામ છે? બસ આ સુંદરીને સંગ મને બહુ સુખદાયક છે.
એમ વિચાર કરી આ દુરાત્માએ ધનપતિને અહીંથી અપહાર કર્યો અને ભરતક્ષેત્રમાં રહેલી અયોધ્યાનગરીમાં તેને મૂકી દીધું.
પછી તે અહીં આવી વસુમતીની સાથે વિષયસુખમાં આસક્ત થઈને પોતાની વિદ્યા વડે ધનપતિનું સ્વરૂપ. ધારણ કરી પિતાનું સ્વરૂપ પલટાવીને હમેશાં અહીં રહે છે. ધનપતિ વણિક
હવે તે ધનપતિ વણિક પણ અધ્યાનગરીમાં ગયા બાદ પામર અવસ્થામાં રહીને તે અપૂર્વ નગરીને દેખાવ જોઈ વિસ્મિત થઈ વિચાર કરવા લાગ્યો.
આ ઉત્તમ વૈભવવાળી નગરી કઈ છે ? અને તે. મેખલાવતી નગરી કયાં ગઈ ? ?