________________
સુરસુંદરી ચરિત્ર અર્થાત્ મહાત્માઓની સાથે વૈરતાથી થયેલ સમાગમ પણ શ્રેષ્ઠ ગણેલો છે, તે ભાવપૂર્વક તેમના દર્શન કરવાની તે વાત જ શી કરવી ? ધનપતિ વણિક શ્રીકેવલી ભગવાનના દર્શનથી પ્રમુદિત થઈ તેમના મુખારવિંદનું ધ્યાન કરી એક દષ્ટિએ બેઠો. દંડવિરત કેવલી | બાદ શ્રી દંડવિરત કેવલી ભગવાને વૈરાગ્યજનક ધર્મદેશના પ્રારંભ કર્યો.
હે ભવ્યલોકે! આ સંસાર સાગરમાં અતિ દુર્લભ એવો મનુષ્યભવ પામીને તમે શ્રીજિનેન્દ્ર ભગવાને કહેલા સમ્યકત્વ ધમમાં ઉદ્યક્ત થાઓ.
જેથી આ ભવાટવીમાં વારંવાર તમારે પરિભ્રમણ કરવું પડે નહીં. હંમેશા દરેક મનુષ્યોએ ધર્મારાધન કરવું ધર્મ વિનાને માનવભવ વૃથા છે. કહ્યું છે કે,–
દાંત વિનાને હાથી, શીવ્ર ગતિ વિનાને ઘેાડો, ચંદ્ર વિનાની રાત્રી, સુગંધ વિનાનાં પુષ્પ, જલ વિનાનું સરોવર, છાયા વિનાનાં વૃક્ષે, લાવણ્ય વિનાનું રૂપ, ગુણ વિનાને પુત્ર, ચારિત્રથી લટ થયેલો ચતિ અને