________________
૨૬૬
સુરસુંદરી ચરિત્ર યૌવન, દ્રવ્ય, વૈભવ, સ્વામીત્વ અને અવિવેકપણું એ ચારેમાંથી એકેક હોય તે પણ બહુ અનર્થદાયક થાય તે, જેની અંદર આ ચારે રહેલાં હોય તેની તે વાત જ શી કરવી ?
આ વિદ્યાધર તો દરેક બાબતમાં સંપૂર્ણ છે. તે પછી એની ઉદ્ધતાઈનું શું કહેવું ?
એક દિવસ આ દુરાત્મા નગરના ઉપરિભાગમાં રહી નગર ચર્ચા જેતે હતે.
. તેવામાં આ વસુમતી સ્નાન કરી તરત જ સ્વચ્છ વસ્ત્રાદિક પહેરી હવેલીની અગાશીમાં બેઠી હતી. તે આકાશમાં રહેલા એવા આ દુષ્ટ વિદ્યાધરની નજરે પડી,
પિતાના મનમાં દીર્ઘકાલ સુધી આ વિચાર કરવા લાગ્યો.
અહો ! આ સુંદરીનું અદ્ભુત રૂ૫ લાવણ્ય વિધિએ નિર્માણ કર્યું છે.
એમ ધ્યાન કરતાં એનું હૃદય ક્ષણ માત્રમાં સુભિત થઈ ગયું.
એ વિદ્યાધર પિતાની વિદ્યા વડે ધનપતિનું સ્વરૂપ ધારણ કરી આ ઘરની ઉપર ઉતર્યો.
વસુમતી પણ આ દૈવકપટને કંઈ સમજી નહીં. જેથી એને પોતાનું પ્રાણપતિ જાણીને એની સાથે તેણીએ ભેગવિલાસ કર્યો.