________________
૨૫૦ - સુરસુંદરી ચરિત્ર અશનિવેગ
મંત્રી પદ ધારણ કર્યા બાદ અશનિવેગ વિદ્યાધર પિતાની પ્રાણવલ્લભા ચંપકમાલાની સાથે ગૃહસ્થાશ્રમના ફલરૂપ વિષયસુખને અનુભવ કરવા લાગ્યો.
* કેટલોક સમય વ્યતીત થતાં તે ચંપક માલાને પાંચ પુત્ર ઉત્પન્ન થયા.
હે પ્રિયતમ ! તેમનાં નામ અનુક્રમે આપ શ્રવણ કરે.
પ્રથમ વજગતિ, બીજે વાયુગતિ, ત્રીજે ચંદ્ર ચોથે ચંદન અને પાંચમો સુશિખ.
વળી તે પાંચ પુત્રની ઉપર હું એક પુત્રી થઈ. જેથી મારા પિતાને ઘણે જ આનંદ થયે.
ત્યાર પછી બહુ પ્રીતિને લીધે મારા પિતાએ હર્ષપૂર્વક પુત્રના મહોત્સવથી પણ બહુ ભારે મહત્સવ મારા. જન્મસમયે કરાવ્યો.
જન્મકલથી બાર દિવસ થયા, ત્યારે પ્રિયંગુમંજરી એવું મારું નામ પાડયું. અનુક્રમે બાલચંદ્રની માફક શરીરના અવયની સાથે હું વૃદ્ધિ પામવા લાગી.
મારાં માતા પિતા મને જોઈ બહુ જ આનંદ માનવા લાગ્યાં.
હમેશાં મારા લાલનપાલનમાં પાંચ ધાવમાતાએ રોકાયેલી હતી.
એમ કરતાં હું કુમારી ભાવને પ્રાપ્ત થઈ એટલે સર્વ પરિજન વર્ગને હું બહુ જ પ્રીતિપાત્ર થઈ પડી.