________________
૨િ૫૮
સુરસુંદરી ચરિત્ર તેની સાથે સુલોચના કન્યા પરણી. તેમજ વિજયવતી નગરીમાં ધનભૂતિ સાર્થવાહને પુત્ર ધનવાહન છે, તેની સાથે અનંગવતીનું લગ્ન થયું.
વસુમતી કન્યા પણ મેખલાવતી નગરીમાં સમુદ્ર દત્તને પુત્ર ધનપતિ છે તેની સાથે વરી. વસુમતી કન્યા - સર્વકલાઓને પારગામી અને રૂપમાં કામદેવ સમાન એવો તે ધનપતિ વણિક પિતાની ભાર્યા વસુમતિની સાથે મનુષ્યના સુખવિલાસને ભેગવે છે.
એ પ્રમાણે પ્રતિ દિવસે વૃદ્ધિગત છે સ્નેહ જેમને, પરસ્પર રક્ત છે ચિત્ત જેમનાં.
નવીન ચૌવનને લાયક એવા વિવિધ પ્રકારના વિષયસુખને સેવતાં,
ગુરૂ આદિક પૂના વિનયમાં હંમેશાં બહ પ્રેમી, પરસ્પર વિરહદુઃખથી રહિત
બંધુવર્ગને નિરંતર આનંદ આપતાં એવાં તે બન્ને સ્ત્રી પુરૂષના દિવસે બહુ આનંદથી વ્યતીત થાય છે.
એક દિવસ તે ધનપતિ વણિક પોતાના પ્રાસાદના • ઉપરના ભાગમાં સુખશામાં પોતાની વસુમતી સ્ત્રીની સાથે: સુતા હતા.
નિર્મલચંદ્રના કિરણોને લીધે અતિ ઉજવલ એવી રાત્રીના છેલ્લા પ્રહરે નિદ્રા દૂર થવાથી બીચારી મુગ્ધા તે વસુમતી જાગ્રત થઈ