________________
સુરસુંદરી ચરિત્ર
એમ વિચાર કરી તે ખાલા એકદમ ઉપરના માળામાંથી નીચે ઉતરી અને પેાતાની સાસુ સુદર્શના જ્યાં સુતી હતી ત્યાં આવી.
ધીમે સ્વરે તેને જાગ્રત કરી. એટલે સુદર્શના બેઠી થઈને મેલી;
૨૩૦
હે વધૂ! એકદમ તારે અચિંત્ય અહી આવવાનુ શું કારણ પડયુ...? પછી વસુમતીએ પેાતાની યથાર્થ વાત જણાવી.
સુદના બેલી. અન્ય પુરૂષ આવી શકે તેવા સભવ નથી. નિદ્રાને લીધે તને આ ભ્રમ થયેા હોય તેમ મને લાગે છે.
વસુમતીએ કહ્યું; હે જનની! આપને જો એવા વહેમ હાય તા તમે પાતેજ તેની તપાસ કરે.
આ પ્રમાણે વસુમતીનુ' વચન સાંભળી સુદર્શના એકદમ મેડા ઉપર ગઈ અને તેની પાસે જઇને જોયુ' તા નિર્ભય થઈ ભર નિદ્રામાં તે પુરૂષ સુતા હતા.
સુદર્શનાએ જાણ્યું કે; આ મારા પુત્ર નથી. પરંતુ કેાઈ ઉલ્લુ' આવીને ઘરમાં ઘુસી ગ્યા છે.
અહા ! આ પાપી કેવા દુષ્ટ છે ! પરદ્વારાના સંગમાં લુબ્ધ બનેલા આ કાઈ ખમાસ હોવા જોઇએ;
એને આજે એના પેાતાના અવિનયનુ ફૂલ ખરેાખર મળવુ જોઈએ. એમ વિચાર કરી સુદર્શનાએ એકદમ માટા નાદથી ધાકાર કર્યાં;