________________
-૨૫૪
સુરસુંદરી ચરિત્ર ધારિણી સખી
હે પ્રિયસખી ! આજે તું હરણ કરાયેલીની માફક, અથવા વિકૃતિમાં ફસાયેલીની માફક અથવા ઉદાસીની પેઠે કેમ દેખાય છે?
ખરેખર આજે પરાધીન ચિત્તની માફક તારા મુખની આકૃતિ બદલાઈ ગયેલી દેખાય છે.
જરૂર આજે તું શેકમાં ગુંચાયેલી દેખાય છે.
હે પ્રિયસખી! ઘણું દિવસે હું આવી છું, છતાં પણ તું મારી સંભાવના કેમ કરતી નથી ?
તારા શોકનું જે કંઈ કારણ હોય તે તું મને - જલદી નિવેદન કર. એ પ્રમાણે મારી સખીએ જ્યારે મને પૂછયું ત્યારે મેં તેણીને કહ્યું.
હે પ્રિયસખી ધારિણી ! તે બરાબર મારા ચિત્તની પરીક્ષા કરી, હવે હું મારા દુઃખનું વૃત્તાંત તને કહું છું -તે તું સાંભળ.
હે પ્રિયસખી! તારી સાથે નાના પ્રકારની ક્રિડાઓ રમીને સાયંકાલના સમયે હું મારા ઘેર આવી.
ત્યાર પછી પ્રાસાદની ઉપરિભૂમિએ ચઢી હું પિતાની બેઠકમાં પ્રસાર થઈ. - ત્યાં ક્ષણમાત્ર બેઠા બાદ નાના પ્રકારના મણરત્ન તથા સુવર્ણથી સુશોભિત અને અમૂલ્ય એવી હસતુલિકા