________________
સુરસુંદરી ચરિત્ર
૨૫૧ યુવતિજનને લાયક એવી નૃત્યાદિક સર્વ કલાઓ સારી રીતે મેં ગ્રહણ કરી હું નવીન યૌવનને શોભાવવા લાગી.
ગાઢ સ્નેહવાની સખીઓની સાથે વિવિધ કીડાઓ તેમજ ઉત્તમ ચિત્ર, પત્ર, છેદ્ય, નર્તન, ગાંધર્વ વિદ્યા અને વીણાવાદન વડે હું કીડા કરવા લાગી.
તેમજ હે પ્રિયતમ! સ્વભાવથી જ હું પુરૂષોને છેષ કરનારી થઈ પડી.
મને વરવા માટે બહુ વિદ્યાધરો આવવા લાગ્યા. પરંતુ મારા સ્વભાવને લીધે કેઈપણ મને રૂચિકર થયે નહીં.
મારા પિતા પણ જે જે વિદ્યાધર ત્યાં આવતા હતા, તે સર્વેના ઉત્તમ રૂપ, ગુણ અને વૈભવને પરિચય. મને કરાવતા હતા.
પરંતુ તે વાત મને બિલકુલ ગમતી નહી અને જે જે વર આવતા હતા, તેઓને મારા પિતા મારી અપ્રીતિને લીધે વિદાય કરતા હતા.
એ પ્રમાણે જ્યારે કઈ પણ વર મને પ્રસંદ ન પડો. નહી, ત્યારે મારા પિતા અશનિવેગ બહુ શોકાતુર : થઈ ગયા. ચંપકમાલા
પોતાના સ્વામીને શોકાતુર જોઈને તે ચંપકમાલ. કહેવા લાગી.
હે સ્વામિન ! આપ બહુ શોકમાં આવી પડ્યા. હો, તેમ મને લાગે છે.