________________
સુરસુંદર ચરિત્ર
૨૪૯ મુનિ દીક્ષા ગ્રહણ કર્યા બાદ, દુષ્કર્મ કરવાનો પ્રયાસ બીલકુલ સેવવો પડતું નથી.
અસદ્ આચારમાં પ્રવૃત્તિ કરનાર સ્ત્રી, પુત્ર કે; સ્વામીના દુર્વાક્યોનું દુઃખ સર્વથા છુટી જાય છે. રાજાદિકને પ્રણામ કરવાની આપત્તિ સેવવી પડતી નથી. ભોજન, વસ્ત્ર, દ્રવ્ય કે સ્થાનની ચિંતા રહેતી નથી.
અવિવેકને નિમૅલ કરવામાં મુખ્ય હેતુભૂત, એવા સદજ્ઞાનની પ્રાપ્તિ થાય છે.
લોકોમાં પૂજ્યતા પ્રવર્તે છે, શાંતરસમાં પ્રીતિ પ્રગટે છે,
મરણ થયા બાદ મેક્ષાદિક સુખની પ્રાપ્તિ પણ થાય છે,
એવા અનેક ગુણ મુનિ પણામાં રહેલા છે,
માટે હે ભવ્યાત્માઓ ! સંસારમાં માનવભવ પામીને તમે સદ્દબુદ્ધિને સદા સદુપયોગ કરે. તેમજ મુનિમાર્ગને વિષે યત્ન કરો.
આ પ્રમાણે વૈરાગ્યદશામાં રક્ત થયેલ તે મેઘનાદ મંત્રી પોતાના પુત્ર અશનિવેગને મંત્રીપદ આપીને પોતે નિવૃત્ત થયો.
ત્યાર પછી વૈરાગ્યમાં દઢ અને ધર્યશીલ એવા તે મંત્રીએ પ્રભંજન રાજાની સાથે સુગુરૂના ચરણકમલમાં દીક્ષા ગ્રહણ કરી. તેમજ તેઓ બંને જણ ગુરૂભક્તિમાં લીન થઈ નિરવદ્ય ચારિત્ર પાળવા લાગ્યા.