________________
સુરસુંદરી ચરિત્ર
૨૪૭ ચંદ્રગતિ વિદ્યાધર.
હવે વૈતાઢયગિરિની આ દક્ષિણ શ્રેણીમાં કુંજરાવત નામે નગરમાં છે. ચંદ્રગતિ નામે વિદ્યાધરેંદ્ર રહે છે. તેમજ હદયને અતિ ઈષ્ટ એવી મદનરેખા નામે તેની ભાર્યા છે.
સાંસારિક સુખને વિલાસ કરતાં તેઓને કેટલાક સમય વ્યતીત થતાં અમિતગતિ નામે એક પુત્ર થયે.
ત્યારપછી ચંપકના પુષ્પસમાન ગૌરવર્ણ ચંપકમાલા નામે તેઓને એક પુત્રી થઈ. અનુક્રમે તે બાલા વિદ્યાધરોના કુમારવર્ગના હદયને હરણ કરનાર નવીન યૌવનને પ્રાપ્ત થઈ.
તે ચપકમાલા સુરનંદન નગરના રહીશ એવા તે મંત્રીના પુત્ર અશનિવેગને વરી. તેણે પણ પ્રીતિપૂર્વક તે નવયૌવનાનો સ્વીકાર કર્યો.
ત્યાર પછી તે પોતાના નગરમાં તેને લઈ ગયે.
મુખવડે ચંદ્રમાન, કાંતિમાં રતિ સમાન અને નેત્રે વડે હરિણીસમાન તે ચપક માલાની સાથે આનંદપૂર્વક માનવ યોગ્ય ભોગોના વિલાસમાં તે અશનિવેગ પિતાને સમય વ્યતીત કરવા લાગ્યો. દીક્ષા ગ્રહણ
મેઘનાદ મંત્રી પિતાના અધિકાર પ્રમાણે રાજ્યકારભાર ચલાવતા હતા. પરંતુ નીતિમાર્ગને કે પ્રકારે