________________
૨૪૬
સુરસુંદરી ચરિત્ર પ્રભંજન ખેચર
હે પ્રિયતમ ! આપે જે પ્રશ્ન કર્યા તે સંબંધી હું સર્વ હકીક્ત કહુ છું, તે આપ કૃપા કરી સાંભળો.
બહુ પ્રસિદ્ધિને પ્રાપ્ત થયેલું સુરદન નામે નગર છે. તે આપના જાણવા બહાર નથી. વળી તે નગરમાં સુપ્રસિદ્ધ પ્રભંજન નામે વિદ્યાધરેંદ્ર રાજ્ય કરે છે
નીતિશાસ્ત્રોમાં અતિ કુશલ અને પેતાના સ્વામી ઉપર બહુ ભક્તિમાન તેમજ વળી ચાર પ્રકારની બુદ્ધિ વડે સંપન્ન અને રાજાને ખાસ વિશ્વાસપાત્ર એ મેઘનાદ નામે તેને પ્રવરમંત્રી છે.
તેની પ્રાણપ્રિયા ઈહુમતી નામે ભાર્યા છે. વળી તે ઉત્તમકુલમાં જન્મેલી એટલું જ નહીં પરંતુ ઉત્તમ સૌંદર્યાદિ ગુણોનું સ્થાનભૂત તેમજ પતિભક્તિમાં જ કેવલ પ્રીતિવાળી હોવા છતાં હંમેશાં ધર્મ કાર્યમાં તત્પર રહે છે.
તેણીની સાથે વિષયસુખનો અનુભવ કરતા તે મેઘનાદને રૂપમાં કામદેવ સમાન, અશનિવેગ નામે એક પુત્ર થયે.
તે માતાપિતાને અત્યંત આનંદ આપવા લાગ્યો. અનુક્રમે સમસ્ત કલાઓને પારગામી થયા.
વિદ્યાધરોને ઉચિત એવી વિવિધ પ્રકારની વિદ્યાઓ સિદ્ધ કરી કમાનકમે સમગ્ર ગુણેનો આધારભૂત એવો તે અશનિવેગકુમાર યૌવનવયને શોભાવવા લાગ્યા.