________________
સુરસુંદરી ચરિત્ર
૨૪૫ જ્યારે તે કંઈપણ ન બેલી અને ગભરાટને લીધે મૌન મુખે બેસી રહી, મેં પિતાની સર્વ પ્રવૃત્તિ હે ચિત્રવગ! તેને જે પ્રમાણે પૂર્વે કહી તેવી જ રીતે વિસ્તારપૂર્વક તને કહી સંભળાવી અને છેવટે આ સ્ત્રીને વેષ પહેરી હું અહીંયાં આવ્યો ત્યાં સુધીની સર્વ વાર્તા કહી.
હે સુંદરિ! તારા વિયેગને લીધે મારું હૃદય બહુ દુઃખમાં આવી પડયું. તારા માટે સર્વ વિદ્યાધરોના નગરોમાં ભ્રમણ કરીને હું થાકી ગયે. મને દુઃખ પડવામાં કંઈ બાકી રહ્યું નથી.
હે મૃગાલિ! હવે લજજાને ત્યાગ કરી મધુરવાણીથી મારા હૃદયને તું આનંદ આપે.
બેલ તારું નામ શું ? કયા કુલમાં તારો જન્મ થયેલો છે ? તારા પિતાનું નામ શું ? કયા નગરમાંથી તું અહીં આવી છે? આ લોકની અંદર તું કેવી રીતે આવી હતી ?
હે સુતનુ સ્ત્રીને વેષ પહેરીને આવેલા એવા મને તે કેવી રીતે ઓળખ્યો?
એ પ્રમાણે મારું વચન સાંભળી તેના હૃદયમાં કંઈક ધ આવ્યું. * ત્યાર પછી તે બાલા ગદ્દગદ્દ કઠે પિતાનું વૃત્તાંત મને કહેવા લાગી.