________________
-
-
સુરસુંદરી ચરિત્ર
૨૪૩ કર્યા બાદ તેણીના સન્મુખ મેં જોયું તો એકદમ તે મારા ઓળખવામાં આવી અને મને નિશ્ચય થયો.
હાથીના ભયથી મુક્ત કરી હતી, તે જ આ મારી, સ્ત્રી છે. દેવયોગથી જે પીડા થવાની હોય તે કેણ, મિથ્યા કરે ?
વળી જુએ, આ પ્રાણપ્રિયાનું દર્શન બહુ જ દુર્ઘટ હતું, છતાં પણ તે સદ્દભાગ્યને લીધે મને અકસ્માત્ થઈ ગયું અથવા દૈવ અનુકૂલ હોય તો કેઈપણ એવી વસ્તુ નથી કે જે પ્રાપ્ત ન થાય.
આ દુનિયામાં કર્મફેખા બલવાન છે. તે સિવાય અન્ય ધર્યાદિકગુણે સુખઃખ આપવા સમર્થ થતા નથી.
પ્રાણીઓને સુખદુખ આપવામાં પિતાનું પરાક્રમ કારણ ગણાતું નથી.
કેટલાક વળી કહે છે; તપશ્ચર્યા કરવાથી સુખની પ્રાપ્તિ અને દુઃખની હાનિ થાય છે, એ પણ તેમનું માનવું ઉચિત નથી.
તેમજ ત્રણે લોકમાં વ્યાપ્ત થયેલ યશ પણ સુખદુઃખ કારણ થતું નથી.
રૂપ, દયા અને દાક્ષિણ્યાદિક ગુણે પણ સુખદુઃખ આપવામાં કારણ થતા નથી.
માત્ર પૂર્વભવમાં ઉપાર્જન કરેલું શુભાશુભ કર્મ જ કારણભૂત ગણાય છે.