________________
૨૪૪
સુરસુંદરી ચરિત્ર આ પ્રમાણે વિચાર કરીને તેણીએ પ્રથમ મને આપેલી તે મુદ્રિકાથી સુશોભિત એવો મારો હાથ મેં તેને બતાવ્યો, એટલે તરતજ તે મારી આંગળીમાં રહેલી મુદ્રિકાને જોઈ પિતાના હૃદયમાં સમજી ગઈ કે આ મારો પ્રાણપ્રિય છે.
પછી પોતાની પાસમાં ઉભેલી સખીના કાનમાં તેણીએ કહ્યું
ઉજાગરાને લીધે કનકમાલાનું માથું દુખે છે. માટે તે થેડીકવાર અશોક વાટિકામાં વિશ્રાંતિ માટે છે. કેમકે ક્ષણમાત્ર ત્યાં સુઈ રહેવાથી કંઈક શાંતિ મળે.
વળી તમે સર્વે અહીં સુખેથી રહે અને આ નાટારંભ પૂર્ણ થાય એટલે જલદી અમને સમાચાર આપજે. આ પ્રમાણે કહીને તે ચિત્રવેગ ! તેણીએ મને ત્યાંથી ઉઠાડ્યો. અશોક વાટિકા
ત્યારબાદ ઉત્તમ વૃક્ષેથી સુશોભિત એવા ગૃહ ઉદ્યાનોમાં તિલક સમાન.
વિકસ્વર અને સુગંધિત એવી મંજરીઓના મકરંદને લીધે અતિશય સુગંધને આપતી.
તેમજ અપૂર્વ શેભા વડે દરેકના મનને સુખદાયક એવી એક અશોક વાટિકામાં બહુ આનંદથી અમે ગયાં.
ત્યાં તેણીએ બહુ ઉલ્લાસપૂર્વક મને આસન આપ્યું, તેની ઉપર હું બેઠે. તે પણ મારી આગળ બેઠી, પરંતુ તેણીનું હૃદય ભયથી વ્યાકુલ હતું.