________________
સુરસુંદરી ચરિત્ર
૨૩૯ તે વિદ્યાધરથી મરણ તે અવશ્ય મેં સ્વીકારેલું છે, તે પણ તેનાથી નાસવું તે ખરૂં. જલને ચાવવામાં ઉદ્યત થયેલા પ્રાણુઓને કેઈપણ સમયે કાંકરો ગળવાને પ્રસંગ આવતું નથી. માટે હે સુતનુ ! તું હવે શેકને ત્યાગ કર.
ચાલે, આપણે રતનસંચય નગરમાં જઈએ, પછી સમાચિત જેમ જેમ યોગ્ય લાગશે તેમ આપણે કરીશું. એમ કહી તેણની સાથે હું કામદેવને પ્રણામ કરી ત્યાંથી નીકળે.
ત્યાર પછી તેણીના કંઠમાં આલિંગન દઈ હું આકાશમાર્ગે પ્રયાણ કરવા લાગ્યું. રાગરૂપી અંધકારથી મોહિત થયેલા મનુષ્યોના મેહગ્રસ્ત ચરિત્રને જોવા માટે જેમ દૂરથી અંધકારને સંહાર કરતો સૂર્યદેવ એકદમ પ્રગટ થયે. . - ત્યાર પછી તે યુવત બેલી, હે સ્વામિન્ ! મને બહુ તૃષા લાગી છે. મારું ગળુ હવે સુકાઈ જાય છે. હજુપણ આપણું તે નગર કેટલું દૂર છે?
હે સુંદરી ! આપણું નગર તે હજી બહુ દૂર છે. પરંતુ આ અરણ્યની ઝાડીમાં આપણે ઉતરીકે કારણ કે, અહીં જરૂર પાણું હશે.
એમ કહી અમે બંને જણ ત્યાં ઉતર્યા, પછી લતાગૃહોથી સુશોભિત એવા તે મનેહરવનમાં ઠંડા જળથી ભરેલો એક નિર્મલ કરો અમારા જેવામાં આવ્યો.