________________
સુરસુંદરી ચરિત્ર
૨૩૭ . હે આર્ય પુત્ર ! ક્રમાનુસાર મારૂં જે મરણ થયું હત તે બહુ સારું. કારણ કે, હે સ્વામિન્ ! મારા માટે હાલમાં આપને ઘણી આપત્તિ વેઠવાની આવી પડી.
તેમજ નવાહન રાજા વિદ્યાના બળથી બહુ ગર્વિષ્ઠ થયેલ છે અને પરાક્રમમાં બહુ પ્રચંડ છે.
હે નાથ ! આપણે અહીંથી નાસી જઈશું તે પણ આપણું કેઈપણ શરણ થવાનું નથી. માટે હે પ્રાણપ્રિય! ખરેખર હું તમારી વૈરિણું થઈ છું.
હે સ્વામિન્ ! હાલમાં આપના માથે આવી પડેલી આપત્તિને જોઈ મને જે દુઃખ થયું છે, તેટલું દુઃખ પ્રથમ આપના વિરહ તાપનું પણ મને નહોતું થયું.
હે નાથ ! આપ મને પ્રાપ્ત થયા છે છતાં પણ. મારા દુષ્કૃતને લીધે હાલમાં આપ અહીં રહેવાના નથી. પુણ્યહીન પ્રાણીઓને પ્રાપ્ત થયેલી વસ્તુ સહેજમાં નષ્ટ . થાય છે. કહ્યું છે કે,
પ્રથમકાલમાં ઉપાર્જન કરેલા પુણ્ય વડે દરેક પ્રાણુઓ . કર્માનુસાર સર્વ સંપત્તિઓને પ્રાપ્ત કરે છે. તેમજ - પુણ્યહીન લોકે કમરૂપી યંત્રમાં જકડાયા છતાં હમેશાં આપત્તિના ભેક્તા બને છે. " .
. | હે સ્વામીના સ્વપ્નમાં પણ મને સુખ મળે તેમ . હું ધારતી નથી.