________________
૨૪૦
સુરસુંદરી ચરિત્ર ત્યાર પછી તે યુવતિ જલપાન કરી ગાઢ પત્રવાળા વૃક્ષની શીતલ છાયામાં બેઠી; તેટલામાં હું પણ શારીરિક ચિંતા કરીને ત્યાં આવ્યો,
હે પ્રતિષ્ઠ! આ પ્રમાણે પ્રભાતિક કાર્ય કરી ક્ષણ માત્ર ત્યાં હું વિશ્રાંતિ લેતો હતો, તેટલામાં નજીક રહેલા કદલીગૃહમાંથી એક શબ્દ મારા સાંભળવામાં આવ્યો.
હે સુંદરી ! તારૂં શરીર હવે સ્વસ્થ થયું છે. ચાલે. હવે આપણે પોતાના સ્થાનમાં જઈએ.
આ પ્રમાણે શબ્દ સાંભળીને મારા હૃદયમાં વિકલ્પ થયે;
જરૂર આ શબ્દ ચિત્રગતિનો છે. બીજા કેઈને આ શબ્દ હોય તેમ લાગતું નથી અથવા આ વનની. અંદર વૃક્ષોની ઘટામાં તેને સંભવ કયાંથી હોય?
એમ હું વિચાર કરતો હતે; તેટલામાં ગાઢ વૃક્ષેથી આચ્છાદિત એવા તે કદલીગૃહમાંથી એક તરૂણ સ્ત્રી સહિત ચિત્રગતિ એકદમ બહાર નીકળ્યો.
ત્યારપછી હું તેની પાસે ગયે અને બહુ હર્ષને લીધે મારું શરીર એકદમ રોમાંચિત થઈ ગયું.
બાદ સનેહ વડે મેં તેને આલિંગન દીધું. તે પણ પ્રેમપૂર્વક અને ભેટયા, પરસ્પર અમારા આનંદને પાસ " રહ્યો નહીં.
પછી અમે બન્ને જણ ત્યાં આગળ બેઠે.