________________
૧૯૦
સુરસુંદરી ચરિત્ર વળી મારા વંશમાં ઘણું રાજાએ પોતાના પુત્રોને રાજ્ય આપીને દીક્ષિત થઈ મેક્ષસ્થાનમાં ગયેલા છે.
માટે તેમના વંશમાં જન્મ ધરીને મારે પણ ચારિત્ર ગ્રહણ કરવું ઉચિત છે.
એ પ્રમાણે પોતાના હૃદયમાં વિચાર કરી રાજા પિતાની નજીકમાં રહેલા વિદ્યાધરને કહેવા લાગ્યા.
આ સંસારવાસ મને કારાગૃહ સમાન ભાસે છે.
રાજ્ય સંપત્તિઓ વિપત્તિઓ સમાન હોવાથી પ્રીતિકર થતી નથી.
વિષયવાસના વિષ સમાન થઈ પડી છે.
આ અલંકારો પણ સર્ષની તુલનાને વહન કરે છે. સુષચારણ મુનિ
એ પ્રમાણે પિતાના વૈરાગ્યની વાર્તા પ્રભજન રાજ કરતે હતો. તે સમયે ચાર જ્ઞાનના ધારક સુષ નામે ચારણમુનિ વિહાર કરતા કરતા ભવ્યજનોને ઉપદેશ આપવા માટે ત્યાં પધાર્યા.
ત્યારપછી પ્રભંજન રાજા પિતાના પુત્ર જવલન પ્રભને રાજ્ય સ્થાન આપીને તેમજ કનકપ્રભુને પ્રવર એવી પ્રાપ્તિ વિદ્યા આપીને પોતે વિદ્યાધરોનો અધિપતિ છતાં પણ સમગ્ર રાજ્ય લક્ષમીને ત્યાગ કરીને સુષ સુનીદ્રના ચરણકમલમાં દીક્ષા ગ્રહણ કરી.
બાદ જવલનપ્રભ પણ વિદ્યાધરોના સમૂહ વડે