________________
સુરસુંદરી ચરિત્ર
૨૧૧ માટે તે હાથીના ભયથી પિતાને બચાવ થયો છે તે પણ તે યુવતિ ચકિત થઈ જેવા લાગી. પિતાની પાસમાં ઉભેલા પુરૂષને જોઈ લજજા તેમજ ભયને લીધે તેણીનાં નેત્ર મીચાઈ રાયાં.
ત્યારપછી લાંબા સમયને પરિચિત હેયને શું ? તેમ તે યુવાનને જોઈ તે યુવતિના હૃદયમાં અત્યંત નેહ ભરાઈ ગયે.
કપોલ સ્થલ પ્રફુલ્લ થઈ બહુ દીપવા લાગ્યાં. અને સર્વ અંગોપાંગ અમૃતથી સિંચાયેલાં હોયને શું ? તેમ વિકસ્વર થઈ ગયાં.
ચિત્રગતિ પણ તે યુવતિનું અપૂર્વ રૂપ જોઈ તેણના મુખકમલને અનિમેષ દૃષ્ટિએ જોવા લાગ્યા.
તેટલામાં તે યુવતિની ધાવમાતા કેટલીએક યુવતિઓને સાથે લઈ ત્યાં આવી અને મધુરવાણી વડે ચિત્રગતિને કહેવા લાગી;
હે મહાશય ! મદોન્મત્ત ગજેદ્રના ભયથી આ, કન્યાને આપે બચાવી;
સજજન પુરૂ પરોપકારમાં જ રસિક હોય છે, એ વાક્યની સત્યતા આજે આપે કરી બતાવી.
અહે! સતપુરુષે પિતાના પ્રાણ વડે પણ પરોપકારથી વિમુખ થતા નથી. કહ્યું છે કે –
પપકારમાં રસિક એવા બુદ્ધિમાન પુરૂષ
શાસ્ત્રને બેધ માટે ધારણ કરે છે, પણ વિવાદ માટે નહીં.