________________
સુરસુંદરી ચરિત્ર
૨૧૫ મૂતિઓનાં દર્શન કરી ચૈત્યવંદન કર્યા બાદ જિન મંદિરની બહાર એકાંતમાં જઈ તેણે આસન કર્યું, તેટલામાં રાત્રિને સમય થયો.
ત્યારબાદ તે વિચાર કરવા લાગ્યો. મારે અહીં શું માનવું ?
મારા હાથમાંથી મુદ્રારત્ન લઈને તેણીએ પોતાનું મુદ્રાન મને આપ્યું. એનો સ્પષ્ટાર્થ કંઈ પણ મારા સમજવામાં આવ્યું નહીં.
એણીના કુળની સ્થિતિ માટે કેવી રીતે જાણવી ? અથવા તે યુવતિને કેવી રીતે મારે પ્રાપ્ત કરવી?
જે હું તે કન્યાને પરણું તે જ આ મારૂં જીવિત સફલ થાય.
તેવા અદભૂત પ્રકારના રૂપવાળી સ્ત્રીની સાથે આ દુનિયામાં વિષયસુખ ભોગવવું તે ઉચિત છે. અન્યથા વિષયસુખની આશા મને વિડંબના લાગે છે.
કેળના ગર્ભસમાન સુકેમળ છે હસ્તલતા જેની, હંસસમાન ગમન કરતી એવી તે બાળા જે પુરૂષના હસ્તતલને સ્પર્શ કરશે તે પુરૂષના જન્મને હું કૃતાર્થ માનું છું.
તે સુતનુને મેં મારા ખોળામાં લીધી એટલા માત્રથી મારા આત્માને હું ધન્ય માનું છું અને ખોળામાં લીધા પછી તેણીનું જે ગાઢ આલિંગન મેં ન કીધું એ માટી મારી ભૂલ થઈ છે.