________________
૨૨૮
સુરસુંદરી ચરિત્ર
વળી આ પ્રમાણે કરવાથી દેવનું વચન પણ સત્ય થશે.
પિતાને ઈષ્ટ અર્થ સાધવા માટે પુરૂષાએ પ્રથમ પુરૂષાતન કરવું જોઈએ
કાર્યસિદ્ધિ તે દૈવ વેગથી થાય છે.
હે સુપ્રતિષ્ઠ! આ પ્રમાણે યોગ્ય ઉપાય તેણે બતાવ્યો. મારું હૃદય તે તે યુવતીના રાગમાં વિમૂઢ થઈ ગયુ હતું, જેથી કંઈપણ મેં વિચાર કર્યો નહીં. કે ભવિષ્યમાં અસહ્ય દુખ આવી પડશે. મદનગૃહમાં કનકમાલા
પિતાના સંચાર વડે દિગંતરોને પવિત્ર કરી સૂર્યદેવ સમસ્ત આકાશ મંડલની મુલાકાત લઈ માર્ગના શ્રમથી ખિન્ન થયેલું હોય ને શું ? એમ મજજન માટે પશ્ચિમ સમુદ્રને પ્રાપ્ત થયે. અર્થાત્ અસ્ત થયે.
રાત્રીને દેખાવ થવા લાગે એટલે ચિત્રગતિ છે ;
હે ભદ્ર! હવે આપણે આપણા પ્રસ્તુત કાર્યની સિદ્ધિ માટે તૈયારી કરવી જોઈએ, ચાલો આપણે બન્ને જણ કેઈ ન જાણે તેવી રીતે આ મદનગૃહમાં હાલ પ્રવેશ કરીએ.
ત્યારબાદ મેં કહ્યું તારું કહેવું સત્ય છે, એમ કહી અમે બને તે ઉદ્યાનમાંથી કેટલાંક પુષ્પો વીણીને મદનગૃહમાં ગયા.